વડગામ અને દાંતા તાલુકામાંi ૪૦ થી ૪૫ ઈંચ વરસાદ માં તળીયા ઝાટક પડેલા મુક્તેશ્વર ડેમ અને ઉમરેચા ડેમ છલકાઈ જાય એ અરવલ્લીના પર્વતોની તાકાત છે. અરવલ્લી હિમાલયની જેમ બરફના પહાડો નથી પણ એની એટલી ક્ષમતા જરૂર છે કે જો સારો વરસાદ વરસે તો સરસ્વતી નદીને કચ્છના રણ સુધી પ્રવાહિત કરી ઈતિહાસને ઉજાગર કરી શકે એનુ ઉત્તમ ઉદાહરણ 2017 બાદ આપણને સૌને જોવા મળ્યું છે.
જો આપણે સરસ્વતી નદીના પટને દુષિત ન કરીએ. ગાંડા બાવળો ના સામ્રાજ્ય ને દુર કરીએ. સરસ્વતી નદીના કિનારે આપણા દેશી વૃક્ષો ઉછેરીએ. મુક્તેશ્વર ડેમ માંથી જે પણ પાણી હોય એના 50 ટકા નદીના પટમાં મુક્ત કરતા રહીએ તો ઉત્તર ગુજરાતની સરસ્વતી જીવંત રહી શકે એમ છે. સાથે સાથે સાબરમતી, ઉમરસી , બનાસ સાથે એની સહાયક નદીઓ સમગ્ર વિસ્તારની ઈકો સિસ્ટમ નો આધાર બની ભૂગર્ભ જળને સમૃદ્ધ કરી શકવા શક્તિમાન છે એનો ઈતિહાસ સાક્ષી છે.
અત્રે મુક્તેશ્વર ડેમ સુધી આવતી સરસ્વતી નદી અને તેની સહાયક નદીઓની જળ રાશી નો વિડીયો પ્રસ્તુત છે જે આપ સૌને અવશ્ય ગમશે.
