મુલાકાત

માણેક્નાથ ગુરૂ મહારાજ સુદાસણા – દત્ત યજ્ઞના દર્શને

મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે અરવલ્લીની ગરીમાળાઓ વચ્ચે આવેલ કુદરતી સૌંદર્યથી ભરપૂર માણેકનાથ ગુરૂ મહારાજના ડુંગરે આયોજીત દત્ત યજ્ઞ પ્રસંગે ગુરૂ મહારાજના દર્શને જવાનું સૌભાગ્ય સવંત 2078ને મહાવદ 4 ને રવિવારના ના રોજ મળયું. સુદાસણા એ 24 ગામડાઓનું બનેલું રાજવી સ્ટેટ હતું. આ સુદાસણાના રાજવી મા. કીર્તિસિંહજીની પુત્રી કુમારી હેમાંગીનીદેવીએ આજીવન અપરણિત રહી અબોલ અને બિમાર જીવોની સેવા કાજે મહાવીર જીવદયા તીર્થ ની સ્થાપના કરી હતી અને રાજવી પરિવારે આ હેતુ 250 વિઘા જેટલી જમીન આ પાંજરાપોળને દાનમાં આપી હતી. હેમાંગીનીદેવીએ આ પાંજરાપોળની જગ્યાએ જ સાદગીપૂર્ણ જીવન વિતાવી ખૂબ નાની ઉંમરે અનંતયાત્રાએ ઉપડી ગયા હતા. ( રાજકુમારી હેમાંગીનીદેવી સ્થાપિત મહાવીર જીવદયા તીર્થ વિશે તો આખુ પ્રકરણ આપણે www.readnitin.in ઉપર વિગતે લખવાના જ છીએ) આવા સુદાસણા સ્ટેટ ના ડુંગર ઉપર બિરાજમાન માણેકનાથ ગુરુ ના દત્ત યજ્ઞ પ્રસંગની ઊજવણી નિમિત્તે જુનુ સુદાસણ અને નવું સુદાસણ એમ બંને ગામના લોકો ભક્તિભાવ પૂર્વક હિલલોળે ચડ્યા હતા. સુદાસણા ગામ સહિત આજુબાજુનો માનવ પ્રવાહ એક કિલોમીટર જેટલા ઊંચા ડુંગર પર ઉત્સાહ ને આસ્થા પૂર્વક વહી રહ્યો હતો. નાના- મોટા , સ્ત્રી- પુરુષો , ખૂબ જ મોટી ઉંમરના ઘરડા લોકો, નવજાત બાળકોને તેડીને જતી માતાઓ, અશકતો, બિમાર લોકો અને અઢારેય આલમ જે રીતે ડુંગર ઉપર માણેકનાથ ગુરૂ ના દર્શન કાજે ઉત્સાહભેર અને અપાર શ્રદ્ધા સાથે સમૂહમાં ડુગરના પગથિયા ચઢી રહી હતી એ દ્રશ્ય ક્યારેય ભુલાય એમ નથી. ધાર્મિક સ્થળો સુવિધાયુકત કેવી રીતે બની શકે તેનો ઉત્તમ દાખલો ગુરુ માણેકનાથ ડુંગરના ચઢાણથી માંડીને એમના સ્થાનકરુપી ટોચ સુધી એટલે કે લગભગ એક કિલોમીટર સુધી સિમેન્ટના અને SS steel ના જે પગથિયા અને ચાલવાની વ્યવસ્થા કરી છે એના પરથી સહેજે આવી જાય. સુરજ દાદા એકદમ સામે તપતા હતા અને માણેકનાથ ગુરૂ ના દર્શનાર્થે એક કિલોમીટર ચાલીને મારે ટોચ સુધી પહોંચવા કપરુ ચઢાણ કરવાનું હતું. જો કે મને ટ્રેકિંગ નો થોડો ગણો અનુભવ હોવાથી વિશ્વાસ હતો કે તકલીફ નહી પડે પણ આ તો જેમ જેમ હું આગળ વધતો ગયો એમ એમ વધુ સરળતા અનુભવવા લાગી.

આ તો મસ્ત મજાના પગથિયાંમ એક એક ડગલું આસાનીથી ભરાતું ગયુ. પાછું દર 100 મીટરે પાંચ -છ મિનરલ ઠંડા પાણીની 20 લિટરની વોટરબેગ સ્ટીલના ગ્લાસ સાથે મુકેલી અને ઠેર ઠેર ગામના યુવાનો સ્વયં સેવક તરીકે હાજર એટલે તો અમારે ચઢાણનું કામ સહેલું બનતું ગયુ. સાથે શ્રદ્ધાળુ મનેખનો અવિરત પ્રવાહ પણ ચાલુ હતો , સંગીતની સુરાવલીઓ વાતાવરણને ભક્તિમય બનાવતી હતી એટલે પંથ ક્યારે કપાઈ ગયો એ ખ્યાલ સુદ્ધા ન આવ્યો. વચમાં વળી શિસ્તબદ્ધ સ્વયંસેવક યુવાનો ઈલાયચી નાખેલું દુધ પીરસતા હતા એનો પણ લાભ લઈને અમે આગળ વધ્યા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ પણ જરૂરી દવાઓ સહીત ઊભી કરવામાં આવી હતી. દરમિયાન માનવ પ્રવાહ પુરના પાણીની જેમ સતત વધે જતો હતો…જેમ જેમ ઉપર જતાં ગયા એમ જગ્યા સાંકડી પડવા માંડી. દર્શન કરવા જતાં અને દર્શન કરીને આવતા દર્શનાર્થીઓની ભીડ બેકાબુ ન બની જાય એનો સંદેહ હતો પણ એની પણ ચિંતા ટળી કારણ કે અહીં પણ ગામના સ્વયં સેવક યુવાનો પરિસ્થિતિને સારી રીતે મેનેજ કરી રહ્યા હતા. ડુંગર હોય એટલે સ્વાભાવિક છે કે કોતરો અને ખીણો પણ હોય એટલે સહેજ સંતુલન ખોયુ તો ગયા સમજો પણ જાગૃત યુવાનો આ બાબતે પણ દર્શનાર્થીઓનું ખુબ સારી રીતે ધ્યાન રાખી રહ્યા હતા. એક સમયે મને તો મોબાઈલથી ફોટા ખેંચવામાં પણ ડર લાગતો હતો કે ક્યાંક આ મોબાઇલ હાથમાંથી છટકીને ખીણમાં ન ચાલ્યો જાય.. વચ્ચે દત્ત યજ્ઞ ચાલતો હતો જયાં દર્શન કરી આગળ વધતાં ડુંગરની ટોચે પહોચ્યાં તો મંદ મંદ વાતાવરણ રમણિય પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે અલૌકિક અનુભૂતિ અનુભવી માણેકનાથ ગુરૂ ના દર્શન કરી ધન્યતા અનુભવી. પૌષ્ટિક અંને સ્વાદિષ્ટ ચુરમાનો પ્રસાદ લઈ યાદગાર ધાર્મિક પ્રસંગને મનભરીને માણ્યો.

દ્રષ્ટિ અને યોગ્ય આયોજન તથા વ્યવસ્થા હોય તો જંગલને પણ મંગલ કરી શકાય એ સુદાસણાના ગામલોકો પાસેથી શીખવા જેવું ખરુ……

સમગ્ર ધાર્મિક કાર્યક્રમના ઉત્કૃષ્ટ આયોજન બદલ સુદાસણા ગામને અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

આ ધાર્મિક કાર્યક્રમના વધુ ફોટોગ્રાફ્સ જોવા નીચે જણાવેલ ફોરોગ્રાફ્સ ઉપર  ક્લિક કરો.

ફોટોગ્રાફ્સ 

 

2 Comments
  1. Chavada Arunsinh 3 years ago
    Reply

    good

  2. Chavada Arunsinh 3 years ago
    Reply

    beautiful

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

પ્રાચીન અરવલ્લી અને તેની તળેટીમાં આવેલ ઐતિહાસિક કરમાવાદની મુલાકાત – ભાગ-૧

અરવલ્લીના પહાડોની તળેટીમાં વર્ષો પહેલા પાલનપુરના દિવાન કરીમદાદખાને પોતાના નામ ઉપરથી કરીમાદાદ નામનું નગર વસાવ્યું હતું, જે આજે અપભ્રંશ થઈને કરમાવાદ તરીકે ઓળખાય છે....
Read More
post-image
Uncategorized

પ્રકૃતિ દર્શન – સલીમ અલી પોઈન્ટ

૨૮ મી જુલાઈ-૨૦૨૪ ની વહેલી સવારે અમે સૌ પર્યાવરણ પ્રેમી મિત્રો પાલનપુર સ્થિત જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા આયોજિત પ્રકૃતિ દર્શન...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ઉત્તર ગુજરાતના ઐતિહાસિક સ્થળોએ આવેલ પ્રાચીન સ્થાપત્યોની અભ્યાસ મુલાકાત.

૧૪ જુલાઈ ૨૦૨૪ ને રવિવારના રોજ ગુજરાત સ્થિત અતુલ્ય વારસો સંસ્થા દ્વારા હેરીટેજ વોક અંતર્ગત ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગરો એવા મોઢેરા , પાટણ અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ગુરૂ મહારજના દર્શન – ટ્રેકિંગ અને સેવાનો ત્રિવેણી સંગમ.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જલોતરા પાસે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજનું સ્થાન અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

ઐતિહાસિક જેશોર પર્વતની અવિસ્મરણિય મુલાકાત.

૨૦૨૩ ની ૩૧ મી ડીસેમ્બર ની સાંજે હું મિત્રો સાથે ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં અરવલ્લીની ગીરીમાળાઓમાં  આવેલ જેશોર પર્વત...
Read More