અરવલ્લીની ગિરિમાળાઓ માં મોમાજીનો પહાડ છે ત્યાં સરસ્વતીની સહાયક એવી જોયણ નદીનું ઉદ્દગમ સ્થાન છે. આ વિસ્તાર વન સમૃદ્ધિથી ભરપૂર છે. અસંખ્ય નાના ઝરણાઓ મળી જોયણને નદીનુ સ્વરૂપ આપે છે. વાયા મુમનવાસ, પાવઠી,ધોરી, જોઈતા સિસરાણા થઈ સલેમકોટ સુધી જોયણ નદીનો પટ વિસ્તરેલો છે. સલેમકોટમાં આ નદીનો સરસ્વતી નદી સાથે સંગમ થાય છે. જોયણ એ મુક્તેશ્વર ડેમ બાદ સરસ્વતીને મળતી હોવાથી સરસ્વતી નો સંગમ ડેમના દરવાજા ખોલવા પડે એવી સ્થિતિ સર્જાય તો જ જોયણ સાથે સાથ મિલાવી સિદ્ધપુર તરફ પ્રયાણ કરે.
જોયણ, અર્જુની, ખારી, કાંપણી એ સરસ્વતીને મુખ્ય સહાયક નદીઓ છે. નદીના તેમજ તેને માળતા અસંખ્ય વહોળાઓના પ્રવાહને બાંધવામાં ન આવે તેમજ એના પ્રવાહને અડચણરૂપ ન કરવામાં આવે તો સરસ્વતી સાચા અર્થમાં લોકમાતા બની ઉત્તર ગુજરાત ના ભૂગર્ભ જળ ભંડારો છલકાવી શકે એટલુ પાણી અરવલ્લીના પહાડોમાં સારા વરસાદ થકી કુદરતી ઝરણા સ્વરૂપે છલકતુ રહે છે.
જોયણ નદીનું ઉદ્દગમ સ્થાનની મુલાકાત નો ટૂંકો વિડીયો આપ જોઈ શકો છો.