પ્રવાસ મુલાકાત

જુનાગઢ પ્રવાસ

જુનાગઢની શેરીઓમાં ફરવું ગમે એવી એ ઐતિહાસિક નગરી છે. રાજા-રજવાડાઓના ઈતિહાસ, એની ઈમારતો – કિલ્લાઓનુ અદ્દભૂત સ્થાપત્ય. મૈત્રક કાલીન બંધાયેલ આલીશાન ઉપરકોટનો કિલ્લો અને એમાં આવેલ અડી-ચડીની વાવ ને નવઘણ કૂવો તો કિલ્લામાં આવેલું તળાવ અને બૌદ્ધગુફાઓ ઉત્તમ સ્થાપત્યના અને માળખાકીય સુવિધાઓના પ્રેરક નમૂનારૂપ છે. ગીરનાર કે જ્યાં સિદ્ધ ચોરાસીના બેસણા છે અને જે પર્વત ઉપર પાંચ ઉંચા શિખરો આવેલા છે એવો પ્રાચિન, પૌરાણિક, ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતોવાદળથી વાતો કરતો ઊંચો ગઢ ગીરનાર. રાજા અશોકે ગિરનાર પર્વતમાળામાં મોટા પથ્થરો ઉપર ૧૪ આજ્ઞાઓ પણ લખી હતી એ આજ્ઞાઓને સાચવી રહેલો શિલાલેખ. ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ ઉપરાંત અનેક નામી-અનામી પ્રતિભાવંત વ્યક્તિ વિશેષોની જન્મભૂમિ અને અનેક જોવાલાયક ઐતિહાસિક સ્થાપત્યો તેનું મ્યુઝિયમ, સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય જૂનાગઢની આગવી ઓળખ છે.

જુનાગઢ મુલાકાત દરમિયાન શૈલેષભાઈની મહેમાનગતી માણી. શૈલેષભાઈ આર્ટિસ્ટ કમ ફોટોગ્રાફર તરીકે સરકારી નોકરી માંથી નિવૃત થયા. મ્યુઝિક, ચિત્રકલા અને ફોટોગ્રાફી નો વિશેષ શોખ ધરાવનાર શૈલેષભાઈને ઉત્તમ ચિત્રકાર તરીકે ગૌરવવંત રાષ્ટ્રીય એવોર્ડ મળેલ છે. શૈલેષભાઈને ત્યાં જુના જમાનાના મ્યુઝિકલ સાધનો અને‌ કેમેરાનુ અદ્દભુત કલેક્શન છે. મળવા ગમે‌ એવા શૈલેષભાઈની મહેમાનગતી માણી વિશેષ આનંદ થયો. જુનાગઢ ની મુલાકાત માટે અઠવાડીયું પણ ઓછું પડે‌ એટલી જગ્યાઓ જુનાગઢ સાચવીને બેઠું છે પણ અમારા નશીબમાં માત્ર એક દિવસ જ લખાયો‌ હશે‌ એટલે સંપૂર્ણ જુનાગઢને ગિરિરાજ આજ્ઞા આપે તો લીલી પરિક્રમા સહીત ફરી કોઈક વખત માણીશું.

નિતીન પટેલ (વડગામ)

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
જનરલ મુલાકાત

ટૂંડેશ્વરના ભોખરાનું ટ્રેકિંગ

૧૯,માર્ચ, ૨૦૨૬ ના રોજ પાલનપુર ટ્રેકિંગ ગ્રુપ, કાણોદર સાઇક્લિંગ ગ્રુપ, પલનપુર ડોકરા ક્લબ, પાલનપુર ગાર્ડન ક્લબના મિત્રો સાથે વડગામ તાલુકના ધોરી ગામ નજીક પસાર...
Read More
post-image
જનરલ મુલાકાત

વિપ્શ્યનામાં દસ દિવસ.

કર્મ સંયોગે ૨૦૨૬ના એપ્રિલ મહિનામાં કચ્છ જિલ્લાના માંડવી તાલુકના બાડા સ્થિત કચ્છ વિપશ્યના  સાધના કેંદ્રમાં(ધમ્મા સિંધુ) દસ દિવસ વિપ્શ્યના કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. પશ્ય...
Read More
post-image
જનરલ સમાજ

પાલનપુર લાડલી ગિફ્ટ યોજના : જરૂરિયાતમંદ દીકરીઓના જીવનમાં ઉજાસ પાથરતું પ્રેરક કાર્ય

સમાજમાં સાચી પ્રગતિ ત્યારે શક્ય બને છે જ્યારે આપણે જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

જુનાગઢ પ્રવાસ

જુનાગઢની શેરીઓમાં ફરવું ગમે એવી એ ઐતિહાસિક નગરી છે. રાજા-રજવાડાઓના ઈતિહાસ, એની ઈમારતો – કિલ્લાઓનુ અદ્દભૂત સ્થાપત્ય. મૈત્રક કાલીન બંધાયેલ આલીશાન ઉપરકોટનો કિલ્લો અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

સાસણ ગીર પ્રવાસ

૪૦ વર્ષો પછી ગીરની ધરતીની સોડમ માણવાને જવાનું થયું. હિંસક વન્યજીવો વચ્ચે રહેતા માનવીઓ પ્રકૃતિના સહ અસ્તિત્વના સિદ્ધાંતને સાચા અર્થમાં અહીં સાકાર કરતા જોવા...
Read More