જળસંચય પર્યાવરણ

સરસ્વતી નદીને સહાયક જોયણ નદીનુ ઉદ્દગમ સ્થાન.

અરવલ્લીની ગિરિમાળાઓ માં મોમાજીનો પહાડ છે ત્યાં સરસ્વતીની સહાયક એવી જોયણ નદીનું ઉદ્દગમ સ્થાન છે. આ વિસ્તાર વન સમૃદ્ધિથી ભરપૂર છે. અસંખ્ય નાના ઝરણાઓ મળી જોયણને નદીનુ સ્વરૂપ આપે છે. વાયા મુમનવાસ, પાવઠી,ધોરી, જોઈતા સિસરાણા થઈ સલેમકોટ સુધી જોયણ નદીનો પટ વિસ્તરેલો છે. સલેમકોટમાં આ નદીનો સરસ્વતી નદી સાથે સંગમ થાય છે. જોયણ એ મુક્તેશ્વર ડેમ બાદ સરસ્વતીને મળતી હોવાથી સરસ્વતી નો સંગમ ડેમના દરવાજા ખોલવા પડે એવી સ્થિતિ સર્જાય તો જ જોયણ સાથે સાથ મિલાવી સિદ્ધપુર તરફ પ્રયાણ કરે.

જોયણ, અર્જુની, ખારી, કાંપણી  એ સરસ્વતીને મુખ્ય સહાયક નદીઓ છે. નદીના તેમજ તેને માળતા અસંખ્ય વહોળાઓના પ્રવાહને બાંધવામાં ન આવે તેમજ એના પ્રવાહને અડચણરૂપ ન કરવામાં આવે તો સરસ્વતી સાચા અર્થમાં લોકમાતા બની ઉત્તર ગુજરાત ના ભૂગર્ભ જળ ભંડારો છલકાવી શકે એટલુ પાણી અરવલ્લીના પહાડોમાં સારા વરસાદ થકી કુદરતી ઝરણા સ્વરૂપે છલકતુ રહે છે.

જોયણ નદીનું ઉદ્દગમ સ્થાનની મુલાકાત નો ટૂંકો વિડીયો આપ જોઈ શકો છો.

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
જનરલ મુલાકાત

વિપ્શ્યનામાં દસ દિવસ.

કર્મ સંયોગે ૨૦૨૬ના એપ્રિલ મહિનામાં કચ્છ જિલ્લાના માંડવી તાલુકના બાડા સ્થિત કચ્છ વિપશ્યના  સાધના કેંદ્રમાં(ધમ્મા સિંધુ) દસ દિવસ વિપ્શ્યના કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. પશ્ય...
Read More
post-image
જનરલ સમાજ

પાલનપુર લાડલી ગિફ્ટ યોજના : જરૂરિયાતમંદ દીકરીઓના જીવનમાં ઉજાસ પાથરતું પ્રેરક કાર્ય

સમાજમાં સાચી પ્રગતિ ત્યારે શક્ય બને છે જ્યારે આપણે જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

જુનાગઢ પ્રવાસ

જુનાગઢની શેરીઓમાં ફરવું ગમે એવી એ ઐતિહાસિક નગરી છે. રાજા-રજવાડાઓના ઈતિહાસ, એની ઈમારતો – કિલ્લાઓનુ અદ્દભૂત સ્થાપત્ય. મૈત્રક કાલીન બંધાયેલ આલીશાન ઉપરકોટનો કિલ્લો અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

સાસણ ગીર પ્રવાસ

૪૦ વર્ષો પછી ગીરની ધરતીની સોડમ માણવાને જવાનું થયું. હિંસક વન્યજીવો વચ્ચે રહેતા માનવીઓ પ્રકૃતિના સહ અસ્તિત્વના સિદ્ધાંતને સાચા અર્થમાં અહીં સાકાર કરતા જોવા...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

જોગીડા પર્વત ટ્રેકિંગ

અરવલ્લી પર્વતમાળાના એક ભાગ તરીકે ઓળખાતા તારંગા પહાડીઓના શિખર ઉપર એવું માનવામાં આવે છે અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો છે. તારંગા પહાડ ઉપર આવું...
Read More