જનરલ સમાજ

પાલનપુર લાડલી ગિફ્ટ યોજના : જરૂરિયાતમંદ દીકરીઓના જીવનમાં ઉજાસ પાથરતું પ્રેરક કાર્ય

સમાજમાં સાચી પ્રગતિ ત્યારે શક્ય બને છે જ્યારે આપણે જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ અને ભવિષ્ય માટે કરવામાં આવતી નાની-મોટી મદદ તેમના જીવનમાં મોટુ પરિવર્તન લાવી શકે છે. આવી જ એક પ્રશંસનીય અને પ્રેરણાદાયક પહેલ છેલ્લા અનેક વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. મુંબઈ સ્થિત પાલનપુરના વતની અને સમાજસેવામાં રસ ધરાવતા આદરણીય ડૉ. વિક્રમભાઈ એમ. મહેતા અને તેમના મિત્રવર્તુળ-પરિવારના સહયોગથી “કોપૅસ ફંડ” મારફતે એક અનોખી સેવા પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવાનો છે.

કાણોદર સ્થિત મહિલા કલા-નિધિ ટ્રસ્ટના માધ્યમથી છેલ્લા લગભગ પંદર વર્ષથી સતત આ સેવા કાર્ય ચાલી રહ્યું છે. આ  સમયગાળા દરમિયાન કુલ ૮૬ જરૂરિયાતમંદ દીકરીઓના નામે દિકરી દીઠ રૂ. ૨૫,૦૦૦ની ફિક્સ ડિપોઝિટ જમા કરાવવામાં આવી છે. આ રીતે દીકરીઓના ભવિષ્ય માટે અત્યાર સુધીમાં કુલ રૂ. ૨૧,૫૦,૦૦૦ જેટલી માતબર રકમ ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી છે. આ સેવા કાર્ય માત્ર આર્થિક સહાય પૂરતું નથી, પરંતુ દીકરીઓના જીવનમાં આશા, આત્મવિશ્વાસ અને સકારાત્મકતા પ્રગટાવતું એક પ્રેરણાદાયક પ્રયાસ છે. ખરેખર આ કાર્ય દ્વારા અનેક પરિવારોમાં ખુશીનું  કિરણ ફેલાયુ  છે અને દીકરીઓના ભવિષ્ય માટે નવી દિશા ઉભી થઈ છે.

જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાતો ગૌરવમય કાર્યક્રમ

દર વર્ષે આ યોજનાના અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરી, પાલનપુર ખાતે કરવામાં આવે છે. જિલ્લા કલેકટરશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાતો આ કાર્યક્રમ ખૂબ જ ગૌરવ અને પ્રેરણાથી ભરેલો હોય છે. આ વર્ષે પણ એ જ અનુક્રમે યોજાયેલા આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો. જિલ્લાભરમાંથી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા સંસ્થાઓના પ્રતિનિધિઓ, સમાજસેવકો અને આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ ખૂબ જ સન્માનપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ દસ દીકરીઓને “પાલનપુર લાડલી ગિફ્ટ યોજના” અંતર્ગત ભેટ આપવામાં આવી. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર દીકરીઓને તેજસ્વી સન્માનથી નવાજવામાં આવી હતી. આ સન્માન જિલ્લા કલેકટરશ્રી અને કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી મિહિર પટેલના વરદહસ્તે એનાયત કરવામાં આવ્યું. દીકરીઓના ચહેરા પર દેખાતી ખુશી અને ગૌરવની લાગણી આ સમગ્ર કાર્યક્રમને વધુ અર્થસભર બનાવી દેતી હતી.

મહિલા કલા-નિધિ ટ્રસ્ટનું નિસ્વાર્થ સેવા કાર્ય

કાણોદર સ્થિત મહિલા કલા-નિધિ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી અનેક સેવાકીય કાર્યો દાતાશ્રીઓના સહયોગથી નિરંતર અને નિસ્વાર્થ ભાવથી કરી રહ્યું છે. સમાજમાં શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને માનવ સેવા જેવા ક્ષેત્રોમાં ટ્રસ્ટનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ સમગ્ર લાડલી ગિફ્ટ યોજનાના સફળ આયોજન અને સુચારુ વહીવટ પાછળ ટ્રસ્ટની ટીમનું સમર્પણ અને મહેનત મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ટ્રસ્ટ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓની નિષ્ઠા અને સેવાભાવ આ સમગ્ર કાર્યને સફળ બનાવે છે.

પ્રેરણાદાયક વ્યક્તિત્વને વંદન

પાલનપુરનું ઘરેણું ગણાતા અને માનવતાને હૃદયપૂર્વક અપનાવનાર એવા ઉમદા વ્યક્તિત્વ ધરાવતા ડૉ. વિક્રમભાઈ એમ. મહેતા પરિવાર, તેમજ મહિલા કલા-નિધિ ટ્રસ્ટના રશ્મિબેન હાડા અને આ સેવા કાર્ય સાથે સંકળાયેલા તમામ દાતાશ્રીઓ અને કાર્યકર્તાઓને હૃદયપૂર્વક વંદન અને અભિનંદન.સમાજમાં આવી સેવાભાવી પહેલો જ સાચા અર્થમાં માનવતાની સુગંધ ફેલાવે છે અને નવી પેઢીને પણ સમાજ માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે.

  • નીતિન પટેલ (વડગામ)

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
જનરલ સમાજ

પાલનપુર લાડલી ગિફ્ટ યોજના : જરૂરિયાતમંદ દીકરીઓના જીવનમાં ઉજાસ પાથરતું પ્રેરક કાર્ય

સમાજમાં સાચી પ્રગતિ ત્યારે શક્ય બને છે જ્યારે આપણે જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

જુનાગઢ પ્રવાસ

જુનાગઢની શેરીઓમાં ફરવું ગમે એવી એ ઐતિહાસિક નગરી છે. રાજા-રજવાડાઓના ઈતિહાસ, એની ઈમારતો – કિલ્લાઓનુ અદ્દભૂત સ્થાપત્ય. મૈત્રક કાલીન બંધાયેલ આલીશાન ઉપરકોટનો કિલ્લો અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

સાસણ ગીર પ્રવાસ

૪૦ વર્ષો પછી ગીરની ધરતીની સોડમ માણવાને જવાનું થયું. હિંસક વન્યજીવો વચ્ચે રહેતા માનવીઓ પ્રકૃતિના સહ અસ્તિત્વના સિદ્ધાંતને સાચા અર્થમાં અહીં સાકાર કરતા જોવા...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

જોગીડા પર્વત ટ્રેકિંગ

અરવલ્લી પર્વતમાળાના એક ભાગ તરીકે ઓળખાતા તારંગા પહાડીઓના શિખર ઉપર એવું માનવામાં આવે છે અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો છે. તારંગા પહાડ ઉપર આવું...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

જલંધર ગુફા ટ્રેક

આબુની અરવલ્લી ગિરિમાળાઓની તળેટીમાં આવેલ આઠ હજાર વર્ષ પહેલાં બંધાયેલ ઋષિકેશ મંદિર આધ્યાત્મિક જગતનું પ્રાચિન દેવાલય છે.આ જગ્યાએથી અરવલ્લીની ટોચે જલંધર મહારાજની ગુફા છે્....
Read More