જળસંચય

મનરેગા (MGNREGS) યોજ્ના અંતર્ગત જળસંચયનુ પ્રેરક કાર્ય.

સરકારી યોજનાઓનો અસરકારક અમલીકરણ કરવામાં આવે તો અનેક સમસ્યાઓના અસરકારક પરિણામો મળી શકતા હોય છે એનું ઉત્તમ ઉદાહરણ તમિલનાડુ રાજ્યના તિરુવન્નામલાઈ જિલ્લાએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના ( MGNREGS) અંતર્ગત પુરી પાડી છે. મન હોય તો માળવે જવાય એ કહેવતને સાર્થક કરતા તમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લાએ સપ્ટેમ્બર ૨૦૨૧માં મનરેગા યોજનાનો લાભ લઈને માત્ર ૩૦ દિવસમાં ૧,૧૨૧ ખેતરમાં તલાવડી બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ૫૪૧ ગ્રામપંચાયતોમાં પ્રત્યેક ખેડૂતની માલિકીની જમીન પર લગભગ ૩.૬ લાખ લિટર પાણી સંગ્રહવા માટે તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તળાવો સ્થાનિક કુવાઓ અને અન્ય જળાશયોને રિચાર્જ કરવામાં મદદરૂપ બનશે એટલું જ નહીં પણ વર્ષના ચોમાસા સિવાયના સમયગાળામાં ભૂગર્ભજળની સપાટી જાળવી રાખવામાં પણ મહત્વપૂર્ણ ફાળો આપશે ઉપરાંત ખેતપાક વિસ્તાર, ખેતરમાં વિવિધતા અને પાકની ઉપજ વધારવામાં પણ નિમિત્ત બનશે. પાણીની ઘરેલું જરૂરિયાતોને પુરી કરશે અને લાંબાગાળે બદલાતી આબોહવા સંદર્ભે દુષ્કાળ જેવી પરિસ્થિતિ માં ટકાઉ સાબિત થશે.

જળ સંરક્ષણ ઉપરાંત તિરુવન્નામલાઈ વહીવટીતંત્ર નાના જંગલોનું સર્જન, હરિયાળી ટેકરીઓ, નર્સરી ઉછેર, સિલ્વી કલ્ચર, ગોચર જમીનનો વિકાસ , જળાશયોને ડિસિલ્ટિગ વગેરે પર્યાવરણલક્ષી સુવિધાઓ જાળવવા અને વિકસાવા પણ પ્રયત્નશીલ છે. તિરુવન્નામલાઈનું ઉદાહરણરૂપ કાર્ય પ્રગતિમાં છે. જે રીતે સંકલન, સહયોગ અને ક્ષમતાવૃદ્ધિથી કાર્ય થઈ રહ્યું છે એ મહત્વપૂર્ણ છે. હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રવૃતિઓ આંતરિક અને બાહ્ય એજન્સીઓ દ્વારા પુરા પાડવામાં આવેલા વૈજ્ઞાનિક અને ટેકનિકલ ઈનપૂટ ઉપર આધારિત હોય છે. આયોજનથી અમલીકરણ સુધીના દરેક સ્તરે વિવિધ સરકારી વિભાગો, વ્યાવસાયિક, ટેકનિકલ અને સંશોધન સંસ્થાઓ, ફંડિગ એજન્સીઓ અને સંબંધિત કાર્યોમાં કામ કરતા નિષ્ણાતો દ્વારા સમગ્ર આયોજીત યોજનાઓને સફળ બનાવવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. ભૌગોલિક માહિતી પ્રણાલી આધારિત આયોજન તેમજ અવકાશી અને બિન અવકાશી ડેટાનું વિશ્લેષણ કરવા માટે ગ્રામ પંચાયત સ્તરે ટેકનિકલ કર્મચારીઓને તૈયાર કરવામાં આવ્યા હતા. આમ સુનિશ્ચિત આયોજન, તમામ વિભાગોનું સંકલન અને જરૂરી ટેકનિકલ અને અન્ય માહિતી હેતુ skilled વ્યક્તિઓનો સમાવેશ કરી કોઈ પણ યોજનાકીય કાર્યને ખરા અર્થમાં લોક ઉપયોગી બનાવી શકાય છે એનું ઉત્તમ ઉદાહરણ તામિલનાડુના તિરુવન્નામલાઈએ સાબીત કરી બતાવ્યું છે.

કેન્દ્ર સરકારે નોવેલ કોરોના વાયરસ રોગ ( COVID – 19) ના લીધે થયેલા વિપરીત સ્થાળાંતરને પગલે મનરેગા સંબંધિત રોજગારીઓ વધારવા સંદર્ભે આ યોજનાની ફાળવણીમાં રૂ. ૪૦,૦૦૦ કરોડનો વધારો કર્યો છે જેનો ભરપૂર ફાયદો તામિલનાડુના તિરુવન્નામલાઈ જેવા જિલ્લાએ જાગૃતિપૂર્વક ઉઠાવ્યો છે.મનરેગા જેવી રોજગારલક્ષી યોજનાઓનો વહીવટી તંત્ર દ્વારા અસરકારક અમલ કરવામાં આવે તો રોજગાર સર્જન થકી સ્થાનિક માળખાકીય સમસ્યાઓનું કાયમી નિરાકરણ શક્ય બની શકે છે.

કોઈ પણ સરકારી યોજનાના અસરકારક અમલીકરણ હેતુ ખુટતી કડીરૂપ રાજ્યની પહેલોને સમર્થન આપતી નાગરિક સમાજ સંસ્થાઓની સાથે પ્રોજેક્ટ મેનેજમેન્ટ નો અનુભવ ધરાવતી ખાનગી ક્ષેત્રની સંસ્થાઓને સામેલ કરી શકાય. આપણે ત્યાં સરકારી યોજનાઓ તો અનેક છે પરંતુ અસરકારક આયોજન નથી પરિણામ સ્વરૂપ સરકારી યોજનાઓ જોઈએ એ પ્રમાણમાં લોક ઉપયોગી બની શકતી નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ સરકારી યોજનાઓના નાણાંને જે તે વિસ્તારની સમસ્યાઓ ને કાયમી ધોરણે નિકાલ હેતુ પુરેપુરા વપરાય એવી વ્યવસ્થાઓનું નિર્માણ કરવું જોઈએ.

પુરક માહિતી
Down-to-earth
By Nambi Appadurai , Sowmithri VR
2 Comments
  1. Rajni Gohil 3 years ago
    Reply

    Very inspiring article about the successful project. May others get inspired. Thanks.

Leave a Reply to info@readnitin.in Cancel reply

Your email address will not be published.

You may also like

Read More

post-image
જનરલ પર્યાવરણ પ્રવાસ

કેસુડા ટ્રેક

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોનાં હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓનાં નીર; છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર; રોમ મારાં...
Read More
post-image
જનરલ મુલાકાત

શ્રી જલારામ ગૌશાળા ભાભરની માહિતી

દૈનિક અંદાજીત રૂપિયા આઠથી દસ લાખના ખર્ચે ૧૨,૦૦૦ જેટલી ગૌમાતાઓની સેવા શુશ્રૃષા થકી જીવદયાના કાર્યને ખરા અર્થમાં દિપાવતી ભાભર સ્થિત શ્રી જલારામ ગૌશાળાની પાલનપુર...
Read More
post-image
જળસંચય મુલાકાત

વડનગરની વોટર મેનેજમેન્ટ સિસ્ટમ

વડનગરમાં આશરે 1000 વર્ષ પહેલા થયેલ સોલંકી કાલીન તળાવ લિંકઅપની યોજના જોઈ અભિભૂત થઈ જવાયું. વડનગરના 36 તળાવો આજે પણ વડનગરના મુખ્ય શર્મિષ્ઠા તળાવથી...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

રાજસ્થાનના આધ્યાત્મિક સ્થળોની મુલાકાત

12મી ઓક્ટોબર,૨૦૨૪ ને  વિજયાદશમીના દિવસે  અમારી ગુજરાતના પાલનપુર નજીક આવેલ વડગામ થી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બડગામની સફર રોચક રહી. ગુજરાતની બોર્ડર ઉપર આવેલ પાંથાવાડાથી...
Read More