જળસંચય

પાણી સંગ્રહ કરવાની લાંબા ગાળાની યોજનાઓ.

ઉત્તર ગુજરાતમાં પાણી એટલા બધા ઊંડા ગયા છે કે હવે ત્યાંથી પાણીનો મળતો જથ્થો ઘટવા લાગ્યો છે અથવા તો પાણી ખારા થઈ રહ્યા છે. ભૂગર્ભ પાણી એટલા ઘટી ગયા છે કે આવતા થોડા વર્ષોમાં તે મળે, એટલે લાંબે ગાળે તેના ભરોસે ખેતી જીવી નહી શકે, વળી આટલી ઊંડાઈએ હવે ચોમાસાના વરસાદના પાણી ભાગ્યે જ ઉતરે અને તેથી માનવ પ્રયત્નોથી પણ એ પાણી વધારવું લગભગ અશ્ક્ય બની ગયું છે. હવે વિકલ્પ દેખાય છે તે ઉપરના તળમાં અથવા જમીન પર તળાવો બાંધી ચોમાસાના પાણી સંઘરવાનો પણ આ પાણી તો જ સંઘરાય જો ચોમાસામાં પાણી મોટા પ્રમાણમાં મળે. ઓછા વરસાદને કારણે આ વાત પણ બહુ મદદ નહી કરી શકે.
અંહી આપણે જમીન નીચે અને જમીન ઉપર પાણી ભરવા માટે કુવાઓ, ચેક ડેમ. આડબંધો, ગુપ્ત બંધો, ગામ તળાવો, નાની તથા મધ્યમ કદની સિંચાઈને અનુરૂપ તળાવો વગેરે બાંધવા તથા તેમા પાણી ભરવાની વ્યવ્સ્થા ગોઠવવી. અંહી પડતા અને વહી જતા બધા પાણીને નદી નાળામાં નાના આડબંધો (ચેક્ડેમો) બાંધી ભેગુ કરી શકાય. નાના મોટા તળાવો ભરવાની વાતા વિચારવી પડે, તેમાંય જયારે દુષ્કાળ આવે ત્યારે અંહી વરસાદ નથી પડતો એટલે આ બધા તળાવો ખાલી રહે છે, તેને ભરવા માટેનો એક જ વિક્લ્પ છે, જ્યાં ખૂબ વરસાદ આવે છે, નદીઓમાં પૂર આવે છે તે પૂરના પાણીને અંહી લઇ આવવું અને આ તળાવોમાં સંઘરવું.

જેમ અનાજ આપણે રેલ્વે અથવા રોડથી. વિજળી જેમ ગ્રીડથી લાવીએ છીએ તેમ અંહી આપણે પાણીની ગ્રીડ (water grid) બનાવવી પડશે અને તેનાથી આપણા આ નવા પ્રકારના પાણીના ગોદામો (water ware Houses) ભરવા પડશે. આ કડાણા હાઈલેવલ કેનાલથી બને. નર્મદામાં પૂર આવે ત્યારે પાણી નર્મદાની નહેર મારફત લાવી જ્યાં નદી નાળું મળે તેમાં નિયમિત રીતે છોડી ચેક્ડેમ કરી સંઘરવા તથા નર્મદા નહેરની પૂર્વ તરફના પ્રદેશમાં જરૂરત પડે તો પમ્પીંગ કરીને પણ તળાવડા ભરવા પડશે . જો આપણે આજે ૭૦૦ ફૂટ ઊંડાઇથી ટ્યુબવેલથી પાણી ખેંચી ખેતી કરી શક્તા હોય તો એટલી ઊંચાઇ સુધી નથી લઇ જવાનું. એ વિજળી થોડા સમય માટે જોઈએ અને એવા થોડા સમય માટે જોઇએ જ્યારે ચોમાસામાં ખેતીનો વપરાશ નહી હોય.
બિજો મુદ્દો છે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ અને તેના માટે ખેતીમાં ડ્રિપ ઇરિગેશન મદદરૂપ બની શકે…………

( 1991ની સાલમાં ઉત્તર ગુજરાતની જળ સમસ્યા અને તેના ઉકેલ ઉપર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગર અને લોકવિકાસ, અમદાવાદ દ્વારા મહેસાણા મુકામે એક પરિસંવાદ યોજાયો હતો એ પ્રસંગે શ્રી વિઠ્લભાઇ પટેલ ( નિયામક, જીવરાજભાઈ પટેલ વન વિજ્ઞાન કેંદ્ર દ્વારા લિખિત લેખ માંથી સાભાર ઉપરાંત આ માહિતી પુસ્તક ના માધ્યમથી મારા સુધી પહોંચાડ્વા બદ્લ મા. શ્રી વિજ્ય પ્રકાશ જાની સાહેબ નો ખૂબ ખૂબ  આભાર )

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
જનરલ પર્યાવરણ પ્રવાસ

કેસુડા ટ્રેક

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોનાં હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓનાં નીર; છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર; રોમ મારાં...
Read More
post-image
જનરલ મુલાકાત

શ્રી જલારામ ગૌશાળા ભાભરની માહિતી

દૈનિક અંદાજીત રૂપિયા આઠથી દસ લાખના ખર્ચે ૧૨,૦૦૦ જેટલી ગૌમાતાઓની સેવા શુશ્રૃષા થકી જીવદયાના કાર્યને ખરા અર્થમાં દિપાવતી ભાભર સ્થિત શ્રી જલારામ ગૌશાળાની પાલનપુર...
Read More
post-image
જળસંચય મુલાકાત

વડનગરની વોટર મેનેજમેન્ટ સિસ્ટમ

વડનગરમાં આશરે 1000 વર્ષ પહેલા થયેલ સોલંકી કાલીન તળાવ લિંકઅપની યોજના જોઈ અભિભૂત થઈ જવાયું. વડનગરના 36 તળાવો આજે પણ વડનગરના મુખ્ય શર્મિષ્ઠા તળાવથી...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

રાજસ્થાનના આધ્યાત્મિક સ્થળોની મુલાકાત

12મી ઓક્ટોબર,૨૦૨૪ ને  વિજયાદશમીના દિવસે  અમારી ગુજરાતના પાલનપુર નજીક આવેલ વડગામ થી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બડગામની સફર રોચક રહી. ગુજરાતની બોર્ડર ઉપર આવેલ પાંથાવાડાથી...
Read More