પ્રવાસ મુલાકાત

જોગીડા પર્વત ટ્રેકિંગ

અરવલ્લી પર્વતમાળાના એક ભાગ તરીકે ઓળખાતા તારંગા પહાડીઓના શિખર ઉપર એવું માનવામાં આવે છે અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો છે. તારંગા પહાડ ઉપર આવું જ એક શિખર જોગીડાની ગુફા નામે છે જેના દર્શન કરવા એક અલૌકિક અનુભુતિ છે. તારંગા પહાડ ઉપર બૌદ્ધ સ્તુપોની અનેક જગ્યાઓ તેમજ પથ્થરની ગુફાઓ આવેલી છે. તારંગા પહાડીની તળેટીમાં આવેલા અતિ પ્રાચીન તારણ- ધારણ માતા મંદિરથી અતુલ્ય વારસો ટીમ દ્વારા આયોજિત ટ્રેકિંગમાં સહભાગી થવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો. પુરાતત્વ વિભાગ દ્વારા બોદ્ધ સ્તુપો અને ગુફાઓના ઈતિહાસને ઉજાગર કરવા માટે થોડા સમય અગાઉ પ્રયત્ન થયેલો પણ કોઈ કારણોસર એ કામ હાલ અટકેલું છે. પુરાતન સંસ્કૃતિ અને ઇતિહાસમાં રસ રુચિ હોય એમના માટે‌ સંશોધન કાર્ય હેતુ આ એક ઉત્તમ વિસ્તાર માની શકાય.
પહાડના પથ્થરોની અજબ- ગજબ દુનિયા વચ્ચે આવેલી ગુફાઓ સુધી તેમજ પહાડોની ટોચે પહોંચવું એ જોખમી અને કપરું કાર્ય છે એની અનુભૂતિ સતત થતી રહી. ગુફાઓના પથ્થરો ઉપર આજે પણ એ સમયની લિપીમાં લખાયેલ લખાણ દ્રશ્યમાન થાય છે તો કેટલાક વિશિષ્ટ ચિહ્નો પણ જોવા મળે છે.
તારંગા તળેટીમાં આવેલ તારણ- ધારણ માતા મંદિર થી શરુ‌ કરેલ ટ્રેકિંગ તારંગા પહાડ ઓળંગી તારંગા તિર્થધામ સુધી પુર્ણ કરી દરમિયાન અતુલ્ય વારસો ટીમના મિત્રો સાથે અનેક મહત્વપૂર્ણ ઐતિહાસિક માહિતી અને જોખમી પણ રોમાંચકારી સફરના સાક્ષી બનવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું.

વડ્નગરના મિત્ર અને પુરાતત્વ વિભાગ સાથે કામગીરી કરે રહેલા મિત્ર મુકેશ્ભાઇ ઠાકોરના શબ્દોમા તારણ-ધારણ માતાથી જોગીડા પર્વત એરીયામા થયેલ સંશોધનની રસપ્રદ વિગતો શબ્દશ: નીચે મુજબ છે.

વડનગર માં ઘાસકોળ દરવાજાની અંદર બુદ્ધ વિહાર મળ્યો, તેનું બાંધકામ અને તેનો પ્લાનિંગ હાલના ASIના જનરલ ડાયરેક્ટર રાવત સાહેબે મને કહ્યું કે આવી ઇંટોનું પ્લાનિંગ કોઈ જગ્યાએ મળે છે, આવી મોટી ઈંટો તો તે વખતે મેં રાવત સાહેબને કીધુ કે અહીંથી તારંગા પહાડીઓમાં તારણ-ધારણ માતાની જગ્યામાં આવી ઈંટોનું બાંધકામ અને મોટી પથ્થર અને ઈંટોની દીવાલો અને ઈંટોથી બનેલા ચોરસ ઓટલા અને રૂફ સ્ટાઇલ્સ વગેરે મળે છે, ત્યારે રાવતસાહેબે કીધું કે ચલો, મુકેશ, એક દિવસ તારંગાની પર્વત માળામાં સર્વે કરવા જઈએ, ત્યારે અમે પહેલા દિવસે વડનગરથી સવારે એમ્બેસેડર ગાડીમાં રાવત સર, હું અને જસવંત (પપ્પુ)ત્યાં તારણ-ધારણ માતાજીના પ્રાગણમાં નીચેની જગ્યાએ પહોંચીને ગાડીપાર્કિંગ કરીને અમારી ટીમેં નીચે પગ મુક્યો ત્યારે જમણી બાજુના ઈંટોના ઓટલા ઉપરથી ધ્યાની બુદ્ધાની તૂટેલી મૂર્તિ મળી, એમ પહેલા જ દિવસે ભગવાન બુદ્ધ ના સામેથી દર્શન થઈ ગયા.પછી તો અમારી ત્રીનેત્ર ટીમે તારંગા બધા પહાડોનું સર્વે કરીને એક નવા બુદ્ધિસ્ટ સેન્ટર ની શોધ કરી, આ સર્વે 2009માં 8 થી 10 દિવસ આસપાસ તારંગાના બધાજ પહાડો માં ખુજ કઠીણ પહાડોમાં, ખુજ જ જીણવટથી પહાડોમાં આવેલી બુદ્ધિસ્ટ ગુફાઓ, દીવાલો, પાણીનાં ઝરણાં,જોગીડાની ગુફાઓ ચાર ધ્યાની બુદ્ધાની મૂર્તિઓ આ બધું સર્વે કરીને એક મોટુ બુદ્ધિસ્ટ સેન્ટરની શોધ કરવામાં આવી,પણ એ વખતે સ્ટાફ કમ હોવાથી ખોદકામ કરવામાં ન આવ્યું, ફક્ત રાવત સાહેબે એક આર્ટિકલ લખ્યો તેમાં પુરાતત્ત્વને લગતી તમામ ઐતિહાસિક માહિતી આપવામાં આવી, અને એ પછી જયારે ભારતીય પુરાત્ત્વ ખાતાના ડો. અભિજીત સાહેબ આવ્યા ત્યારે અમે ફરીથી તારંગા પહાડો છુપાયેલોઇતિહાસ સાઈટ સર્વે કરવા ગયાઅને રાવત સરઆર્ટિકેલનાઆધારે 2018-19માં અમે સર્વે કરીને ઉત્તખનન કરવાનો નિર્ણય કર્યો, આખા તારંગાના પહાડોમાં અલગ -અલગ લોકેશનો માં વડનગરથી સવારે 4થી 5 વાગે, અમારી ટીમ અભિજત સર,રાણા સાહેબ મુકેશ,અર્જુન કેરળ, પ્રીતમ મૈતી, કુલદીપ મિસ્ત્રી, ભીમરાજજી, રાજસ્થાન,અને ભીમપુરના દિવાનજી વડનગરનીઆ ટીમનુંનામ (વડનગર ચેલેન્જર ટીમ )આમ 100 જેટલા માણસો ત્યાં આઇસર ગાડીમાં બેસીને રોજ જવાનુ ચાલુ કર્યું, અને ખુબ મોટા પ્રમાણમાં ખોદકામ ચાલુ કરી દીધું આવી.તે પર્વતમાળામાંના અનેક પ્રકારના રહસ્યો, ઈંટોના સ્તુપા, ગુફાઓ, સત્સંગ માટેનો હોલ, ઓટલાઓ, નાના નાના પથ્થરના સ્તુપા, જોગીડા ગુફામાં ધ્યાની બુદ્ધાઅને ધારીની મંત્ર આમ અને ઇતિહાસના ખોવાયેલા રહશ્યો આ ઉત્ખનનમાં ભેદ ખુલ્યા અને આ(Excavation) કાર્ય ગુજરાતના ઇતિહાસ અને ખાસ કરીને બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે અત્યંત મહત્વનું સાબિત થયું છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા અહીં થયેલા સંશોધનોએ ઘણી નવી વિગતો પ્રકાશમાં આવી છે.
​તારંગા ઉત્ખનન સાથે જોડાયેલી મુખ્ય બાબતો નીચે મુજબ છે:
​૧. બૌદ્ધ અવશેષોની શોધ
​તારંગા અત્યાર સુધી મુખ્યત્વે જૈન તીર્થધામ તરીકે જાણીતું હતું, પરંતુ ઉત્ખનન દરમિયાન અહીંથી બૌદ્ધ સ્તૂપો, વિહાર અને ચૈત્ય મળી આવ્યા છે. આ શોધે સાબિત કર્યું કે આ સ્થળ પ્રાચીન સમયમાં બૌદ્ધ ધર્મનું પણ એક મોટું કેન્દ્ર હતું.
​ આમ,એક સમયમાં આ આનર્ત પ્રદેશમાં વડનગર, શ્યામળાજી અને તારંગા હિલ મોટા બુદ્ધિ કેન્દ્રો હતા.

 

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
જનરલ સમાજ

પાલનપુર લાડલી ગિફ્ટ યોજના : જરૂરિયાતમંદ દીકરીઓના જીવનમાં ઉજાસ પાથરતું પ્રેરક કાર્ય

સમાજમાં સાચી પ્રગતિ ત્યારે શક્ય બને છે જ્યારે આપણે જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

જુનાગઢ પ્રવાસ

જુનાગઢની શેરીઓમાં ફરવું ગમે એવી એ ઐતિહાસિક નગરી છે. રાજા-રજવાડાઓના ઈતિહાસ, એની ઈમારતો – કિલ્લાઓનુ અદ્દભૂત સ્થાપત્ય. મૈત્રક કાલીન બંધાયેલ આલીશાન ઉપરકોટનો કિલ્લો અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

સાસણ ગીર પ્રવાસ

૪૦ વર્ષો પછી ગીરની ધરતીની સોડમ માણવાને જવાનું થયું. હિંસક વન્યજીવો વચ્ચે રહેતા માનવીઓ પ્રકૃતિના સહ અસ્તિત્વના સિદ્ધાંતને સાચા અર્થમાં અહીં સાકાર કરતા જોવા...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

જોગીડા પર્વત ટ્રેકિંગ

અરવલ્લી પર્વતમાળાના એક ભાગ તરીકે ઓળખાતા તારંગા પહાડીઓના શિખર ઉપર એવું માનવામાં આવે છે અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો છે. તારંગા પહાડ ઉપર આવું...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

જલંધર ગુફા ટ્રેક

આબુની અરવલ્લી ગિરિમાળાઓની તળેટીમાં આવેલ આઠ હજાર વર્ષ પહેલાં બંધાયેલ ઋષિકેશ મંદિર આધ્યાત્મિક જગતનું પ્રાચિન દેવાલય છે.આ જગ્યાએથી અરવલ્લીની ટોચે જલંધર મહારાજની ગુફા છે્....
Read More