ભેમાણના ડુંગરો માંથી આવતી નદી મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ખારી ગામ પાસેથી આવતી હોવાથી તે ખારી નદી તરીકે ઓળખાય છે. આ ખારી નદીનો પ્રવાહ વડગામ તાલુકાના મોરિયા ગામે સંગમ પામી દાંતા તાલુકાના ભોખરી પાસે આવતી સરસ્વતી – અર્જુની ના સંયુક્ત પ્રવાહ સાથે સંગમ પામે છે એટલે ત્રણ નદીઓનાં જળ આ સ્થળે મળતા હોવાથી ત્રિવેણી સંગમ કહી શકાય. આ ત્રણ નદીઓનાં સંયુક્ત પાણી મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ચેલાણા થઈ મુક્તેશ્વર ડેમમાં જાય છે.
અગાઉ અમે નદીમાં પાણી નહોતું ત્યારે સુકી નદી પટમાં પણ આ સંગમ સ્થળની મુલાકાત લીધી હતી.
ભૌગોલિક રીતે નજીક આવેલ નદી કાંઠાના મોરિયા, ખારી, ભોખરી, ચેલાણા વગેરે ગામો તાલુકા વિભાજનમાં અલગ અલગ સ્થાન ધરાવે છે. (ક્રમશ:)
આ સ્થળ ના દર્શન હેતુ તેમજ વધુ માહિતી માટે અત્રે આપ વિડીયો નિહાળી શકો છો