દૈનિક અંદાજીત રૂપિયા આઠથી દસ લાખના ખર્ચે ૧૨,૦૦૦ જેટલી ગૌમાતાઓની સેવા શુશ્રૃષા થકી જીવદયાના કાર્યને ખરા અર્થમાં દિપાવતી ભાભર સ્થિત શ્રી જલારામ ગૌશાળાની પાલનપુર સ્થિત જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ ના મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત લઈ ત્યાંની સુવ્યવસ્થા સાથેની જીવદયાની ઉત્તમ સેવાકીય પ્રવૃતિઓ વિશે જાણકારી મેળવી.
અત્રે ઉલ્લેખનિય છે કે સુખી સંપન્ન લોકો પણ આ ગૌશાળામાં દરરોજ સવારે શ્રમદાન કરી ગાય માતાના આશિર્વાદ મેળવી ધંધારોજગાર અર્થે જાય છે સાથે સાથે 350 વ્યક્તિઓનો સ્ટાફ નિરંતર આ ગૌશાળાની વ્યવસ્થા માં વ્યસ્ત છે.
ગૌશાળા વિશેની વિગતે વિગતો ગૌશાળાના પ્રબંધક શ્રી મોતીભાઈ દેસાઈ સાથે વાર્તાલાપ કરી મારી યુટ્યુબ ચેનલ ઉપર મુકેલ છે, જે આપ આપેલ લિંક ઉપર ક્લિક કરી જાણી શકો છો.