જનરલ

વડગામમાં શ્રી રામ સ્મૃતિ ઉપવનનું લોકાપર્ણ.

પરમ ચેતના સ્થિત પરમ પૂજ્ય ગુરુદેવ પં. શ્રી રામ શર્માજી આચાર્ય પરમ વંદનિય માતા ભગવતી દેવીજીની અસીમ કૃપાથી બનાસકાંઠા જિલ્લાના વડગામ મુકામે પ્રકૃતિ, પર્યાવરણ સંવર્ધન તથા સ્વાસ્થ્ય હેતુ શ્રી રામ સ્મૃતિ ઉપવનનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો જેના અંતર્ગત શોભાયાત્રા, અગિયારકુંડી ગાયત્રી મહાયજ્ઞ અને ભોજન પ્રસાદનું આયોજન વડગામ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું.

વડગામના જ વતની અને વડોદરા સ્થિત ઉદ્યોગપતિ શ્રી ગિરિશભાઈ બાબુલાલ ભોજકે રૂ. 5,51,000 ની સહયોગ રાશી શ્રી રામ સ્મૃતિ ઉપવનના નિર્માણમાં આપી છે. ઉપરાંત શ્રી રામ સ્મૃતિ ઉપવનમાં સાધનારૂમ માટે ગામલોકોએ તેમજ વડગામ આજુબાજુના ગાયત્રી પરિવારજનોએ નાનો – મોટો સહયોગ આપ્યો છે.

કોઈ પણ ધાર્મિક સંસ્થા જ્યારે લોક ઉપયોગી, સમાજ ઉપયોગી, રાષ્ટ્ર ઉપયોગી, પર્યાવરણ જાળવણી તેમજ જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં લોક સહયોગ થકી સક્રીયપણે કાર્ય કરે ત્યારે મનમાં આવી ધાર્મિક સંસ્થાઓ પ્રત્યે માન ઊપજે. ગાયત્રી પરિવાર પણ પર્યાવરણ જાળવણી, જળ સંચય તેમજ સમગ્ર ઈકો સિસ્ટમ સાચવવા માટે સનિષઠ પ્રયાસો કરી રહ્યું છે તે પરમ પૂજ્ય ગુરૂ દેવ શ્રી રામ શર્માજી આચાર્ય જેવા યુગપુરુષોની વર્ષોની સાધનાઓનું પરિણામ છે. ગામની ધાર્મિક ભાવનાઓને પણ વિકાસના કાર્યો સાથે જોડી શકાય તેમ છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગાયત્રી પરિવારે આપ્યું છે.

હમણા મારે રાજસ્થાન સ્થિત ગાયત્રી પરિવારના શ્રી થનારામજી સાથે મોબાઈલ ઉપર વાત થઈ તો જાણવા મળ્યુ કે ત્યાં ગાયત્રી પરિવાર દ્વારા વિલુપ્ત બાંડી નદીને પુન: જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.  રાજસ્થાન મા નદીનું જે ઉદગમ સ્થાન છે એ જગ્યાએ ગાયત્રી પરિવાર દ્વારા લગભગ 1600 વૃક્ષો ઉછેરવામાં આવ્યા . પર્યાવરણ અને જળ સરક્ષણ માટે ગાયત્રી પરિવાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે . આવા  તો અનેક ઉદાહરણો છે જે ક્યારેક વિગતે લખીશુ. આજના પ્રસંગે હરિદ્વાર શાંતિકૂંજથી ગાયત્રી પરિવારના પ્રતિનિધિઓએ ખાસ ઉપસ્થિત રહી શ્રી રામ સ્મૃતિ ઉપવનના મહત્વ વિશે માર્ગદર્શન માર્ગદર્શન આપી શ્રી ગાયત્રી પ્રાર્થના, મંત્રના ઉચ્ચારણ સાથે શ્રી રામ સ્મૃતિ ઉપવનનું વિધિસર લોકાપર્ણ કર્યું હતું.

શ્રી રામ સ્મૃતિ ઉપવનમાં એકયુપંચર પાથ, નક્ષત્રો,રાશિ અને ગ્રહો અનુસાર વિવિધ વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો છે તો સુંદર બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રાચિન ભારતમાં વનસ્પતિઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું હતું. તેને બ્રહ્માના કેશથી જન્મેલા પરમાત્માનું પહેલું સ્વરૂપ માનવામાં આવતું હતું. શ્રી રામ સ્મૃતિ ઉપવન વડગામના લોકોની આરોગ્યની જાળવણી માટે ખૂબ ઉપયોગી બનશે. વડગામ ગાયત્રી પરિવાર, મુખ્ય દાતાશ્રી ગિરિશભાઈ ભોજક તેમજ લોક ઉપયોગી આ કાર્યમાં સહયોગી તમામ મહાનુભાવોને અભિનંદન પાઠવું છું.

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

જુનાગઢ પ્રવાસ

જુનાગઢની શેરીઓમાં ફરવું ગમે એવી એ ઐતિહાસિક નગરી છે. રાજા-રજવાડાઓના ઈતિહાસ, એની ઈમારતો – કિલ્લાઓનુ અદ્દભૂત સ્થાપત્ય. મૈત્રક કાલીન બંધાયેલ આલીશાન ઉપરકોટનો કિલ્લો અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

સાસણ ગીર પ્રવાસ

૪૦ વર્ષો પછી ગીરની ધરતીની સોડમ માણવાને જવાનું થયું. હિંસક વન્યજીવો વચ્ચે રહેતા માનવીઓ પ્રકૃતિના સહ અસ્તિત્વના સિદ્ધાંતને સાચા અર્થમાં અહીં સાકાર કરતા જોવા...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

જોગીડા પર્વત ટ્રેકિંગ

અરવલ્લી પર્વતમાળાના એક ભાગ તરીકે ઓળખાતા તારંગા પહાડીઓના શિખર ઉપર એવું માનવામાં આવે છે અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો છે. તારંગા પહાડ ઉપર આવું...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

જલંધર ગુફા ટ્રેક

આબુની અરવલ્લી ગિરિમાળાઓની તળેટીમાં આવેલ આઠ હજાર વર્ષ પહેલાં બંધાયેલ ઋષિકેશ મંદિર આધ્યાત્મિક જગતનું પ્રાચિન દેવાલય છે.આ જગ્યાએથી અરવલ્લીની ટોચે જલંધર મહારાજની ગુફા છે્....
Read More
post-image
પ્રવાસ મુલાકાત

પોશિનાની પ્રાકૃતિક અને ઐતિહાસિક અભ્યાસ મુલાકાત.

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની પ્રાકૃતિક અને ઐતિહાસિક અભ્યાસ મુલાકાતનું આયોજન એહમદભાઈ હાડા, રાજુભાઈ બારોટ, અસરફભાઈ બિહારી અને સ્થાનિક ગાઈડ મિત્ર વિક્રમસિંહ સાથે ગોઠવાયું. વરસાદની...
Read More